શ્રી એમ. એમ. એલ. શાહ હાઇસ્કૂલ
મુ. મગરવાડા, તા. વડગામ
બનાસકાંઠા
Shri M.M.L.Shah HighSchool | Prayers

શાળાની પ્રાર્થના

મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું

મૈત્રીભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે;

શુભ થાઓ આ સકલ વિશ્વનું, એવી ભવના નિત્ય રહે…મૈત્રી

ગુણથી ભરેલા ગુણીજનદેખી, હૈયું મારું નૃત્ય કરે;

એ સંતોના ચરણ કમળમાં,મુજ જીવનનું આદર્ય રહે ….મૈત્રી

દીન, કૂર ને ધર્મ વિહોણા, દેખી દિલમાં દર્દરહે;

કરૂણા ભીની આંખોમાંથી, અશ્રુનો શુભ સ્રોત વહે….મૈત્રી

માર્ગ ભૂલેલા જીવનપથિકને, માર્ગ ચીંધવા ઉભો રહું;

કરે ઉપેક્ષા એ મારગની, તોયે સમતા ચિત્ત ધરું …..મૈત્રી

માનવતા ની ધર્મભાવના, હૈયે સહુ માનવ લાવે;

વેરઝેરના પાપ ત્યજીને, મંગલ ગીતો એ ગાયે …..મૈત્રી