શ્રી એમ. એમ. એલ. શાહ હાઇસ્કૂલ
મુ. મગરવાડા, તા. વડગામ
બનાસકાંઠા
Shri M.M.L.Shah HighSchool | Facility

સુવિધાઓ

બાળકોના વિકાસમાં

શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ પૈકી કોઈપણ વિદ્યાર્થી કે વિદ્યાર્થીનીઓને પરીક્ષામાં ભય સતાવે ત્યારે માનસિક રીતે ડીપ્રેશનમાં આવી જાય ત્યારે તેવાં વિદ્યાર્થીઓનું આચાર્યશ્રી, શિક્ષકશ્રીઓ તથા તજજ્ઞો દ્વારા કાઉન્સિલીંગ કરવામાં આવે છે.અને બાળકોને તનાવમુકત કરી ભયરહિત બનવા તાલીમ આપવામાં આવે છે.

પીવાનું પાણી/ RO Plant

તબીબી સલાહકારના મત મુજબ છેલ્લા ઘણાં વર્ષોથી બાળકો સ્કૂલના સમય દરમ્યાન જરૂર પૂરંતુ પાણી પીતા નથી. જેના પરિણામે થોડાં સમયમાં કે લાંબા-સમયગાળા દરમ્યાન પાણીની ઉણપથી શારિરીક રોગો થવાની સંભાવના રહે છે. આ માટે આરોગ્ય વિભાગ દ્વારા બાળકોને શાળામાં પુરંતુ પાણી સમયસર પીવાની સલાહ આપવામાં આવશે. તદ ઉપરાંત જયારે શાળાનું નવું મકાન બનતું હોય કે તેમાં સુધારા વધાર કરવામાં આવે તે સમયે પાણીનો વ્યવસ્થિત પૂરવઠો મળી રહે તથા નકામાં – પાણીનાં નિકાલની પૂરતી વ્યવસ્થા છે કે નહિ તેની દેખરેખ રાખવામાં આવે છે. આમ શાળાના બાળકોને બરોબર ચકાસણી કરેલું અને તેમનાં આરોગ્યને ધ્યાનમાં રાખીને પાણીનો પૂરવઠો પૂરો પાડવામાં આવે છે.

કોમ્પ્યુટર વિષયક બાબતો

  • અમારી કોમ્પ્યુટર પ્રયોગશાળા તદન આધુનિક અને સંપૂર્ણ સગવડ ધરાવે છે.
  • ઇન્ટરનેટ સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે.
  • કોમ્પ્યુટર પ્રયોગશાળા VCR તથા વિડિયો પ્રસારણની સુવિધા ધરાવે છે.

સભા ખંડ / સેમીનાર ખંડ

  • લંબાઈ - 50 ફુટ - પહોળાઈ - 20 ફૂટ
  • શાળાની વિવિદ્ય પ્રકારની સ્પર્ધાઓ, પ્રાર્થના તથા સાંસ્કૃતિક કાર્યક્રમો, કવીઝ વિગેરે સભાખંડમાં થાય છે.

DTH / TV રૂમ

  • શાળામાં દૂરદર્શન ચેનલની સુવિધા ઉપલબ્ધ છે.
  • BIY SAG કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક પ્રસારણો દર્શાવવામાં આવે છે.