શ્રી એમ. એમ. એલ. શાહ હાઇસ્કૂલ
મુ. મગરવાડા, તા. વડગામ
બનાસકાંઠા
Shri M.M.L.Shah HighSchool | Rules

નીતિનિયમો

શાળામાં પ્રવેશ મેળવવા માટેની પ્રક્રિયાની માહિતી

શાળાનું શૈક્ષણિક વર્ષ જૂનમાં શરૂ થાય છે. વર્ષનાં બે સત્ર હોય છે. પહેલું સત્ર જૂનથી ઓકટોબર અને બીજું સત્ર નવેમ્બરથી એપ્રિલ સુધીનું હોય છે. વાલીઓએ પોતાના બાળકોનાં એડમીશન માટેનું ફોર્મ શાળા પાસેથી મેળવી લેવાનું હોય છે. વહેલાં તે પહેલાંનાં ધોરણે એડમીશન આપવામાં આવે છે. વિદ્યાર્થીનું વાર્ષિક પરીક્ષાનું ગુણપત્રક, શાળા છોડયાનું અસલ પ્રમાણપત્ર દાખલ થવા માટે જરૂરી હોય છે.

ફી સ્વીકારવાના નિયમો

 1. શાળામાં એડમિશન વખતે દરેક પ્રકારની ફી વગશિક્ષકશ્રીને રોકડમાં ભરવાની રહેશે.
 2. એકજ ધોરણમાં નાપાસ થનાર વિદ્યાથીએ દર માસે રૂં. 25/- પ્રમાણે જૂન માસમાં 6 માસનાં રૂ. 300/- શિક્ષણ ફી અને 25/- સત્ર ફી મળી કુલ રુ. 325/- જૂન માસમાં ભરવાનાં રહેશે.
 3. ડીસેમ્બર માસમાં રૂ. 25/- સત્ર ફી તથા નાપાસ થનાર વિદ્યાર્થીએ રૂ. 300/- બીજા સત્રની શિક્ષણ ફીના ભરવાનાં રહેશે.
 4. ધો.8 અને ધો. 9માં કોમ્પ્યુટર વિષય ફરજિયાત હોઈ દર માસે રૂ. 50/- પ્રમાણે પ્રથમ સત્રમાં રૂ. 300/- અને બીજા સત્રમાં રૂ. 300/- રોકડેથી ભરવાનાં રહેશે.
 5. ઉપરોકત તમામ ફી વગ શિક્ષકોને ભરીને તેની પાવતી મેળવી લેવાની રહેશે.
 6. ત્રિમાસિક ફી એપ્રિલ, મે, જૂલાઇ, ઓકટોબર અને જાન્યુઆરી મહિનામાં શાળાના કેશ કાઉન્ટર પર ચેક થી અથવા રોકડા નાણાં ભરવા.
 7. ઉપર જણાવ્યા મુજબના મહિનાઓની ૧૫ તારીખ સુધીમાં ફી ભરી દેવી નહિંતર મહિનાના અંતિમ કાર્યરત દિવસથી દંડ વસૂલ કરવામાં આવશે. નોંધ :-પ્રથમ અને અંતિમ પેમેન્ટ ચેક થી વસૂલ કરવામાં નહિ આવે.
 8. પેમેન્ટની અંતિમ તારીખ એ મહિનાનાં છેલ્લા કાર્યરત દિવસથી રહેશે. એ પછી વિદ્યાર્થીને જાણ વગર દાખલો કાઢી નાખવામાં આવશે.
 9. વિદ્યાર્થીનું રી-એડમિશન એ કુલ એડમિશન ફી ની અડધી ફી ભરવાની થઇ શકે છે. તેનો સંપૂર્ણ નિર્ણય પ્રિન્સીપાલ દ્વારા અને ખાલી બેઠકની સંખ્યા પર રહેલ છે.
 10. બહારના શહેરનો ચેક એ ફી ભરવામાં ચલાવવામાં આવશે નહી.
 11. વાલીઓને નોંધ કર્યા વગર ફી ની યાદી મેનેજમેન્ટ કમીટી દ્વારા જરૂરિયાદ મુજબ બદલાઇ શકે છે.
 12. કોઇ પણ વિદ્યાર્થીની ફી ભરવાની બાકી હોય તો તેને પરીક્ષા આપવાની મંજૂરી મળશે નહીં તથા આગલા ધોરણ માં જઇ શકે નહિં.

ફીની માહિતી

માધ્યમિક (વાર્ષિક) ઉચ્ચ માધ્યમિક (વાર્ષિક)
પ્રવેશ ફી 25/- 200/-
શિક્ષણ ફી 300/- (નાપાસ વિદ્યાર્થી) 1800
સત્ર ફી 50/- 500/-
કમ્પ્યુટર ફી 600/- (ધો.10 સિવાય) -

શાળાનો ગણવેશ

માધ્યમિક / ઉચ્ચ માધ્યમિક વિદ્યાર્થીઓનો ગણવેશ માધ્યમિક / ઉચ્ચ માધ્યમિક વિદ્યાર્થીનીઓનો ગણવેશ
નેવી બ્લ્યુ પેન્ટ,સ્કાય બ્લ્યુ શર્ટ નેવી બ્લ્યુ પાયજામો,સ્કાય બ્લ્યુ ટોપ.